Halvad-Morbi-રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જરૂરતમંદ વિધવા મહિલાના પરિવારમાં દીકરો કમાતો ન થાય ત્યાં સુધી માસિક કરીયાણા આપવાની જવાબદારી સંભાળી.
રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જરૂરતમંદ વિધવા મહિલાના પરિવારમાં માસિક કરીયાણા શરૂ કરવામાં આવી.
ચાની કીટલી ચલાવીને ઘરનું ગુજરાન કરતા પતિને મોઢાનું કેન્સર થતા આજ થી 8 વર્ષ પહેલાં અવસાન થયેલું.
તેમના સસરા નું પણ લાંબી બીમારી બાદ 10 વર્ષ પહેલાં અવસાન થયેલ.બાપ દીકરા બંનેની સારવાર માં જ આ ઘર એ સમયે આર્થિક રીતે ભાંગી ગયું હતું.ઘરની, બાળકોની અને સાસુમાં ની જવાબદારી અચાનક જ આ બહેન ને શિરે આવી ગઈ હતી.
આવક નું બીજું કોઈ સાધન નહિ હોવાથી નિઃસહાય બની ગયેલ આ પરિવાર માથે આભ તૂટ્યા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયુ હતું.
હિંમત ભેગી કરીને બહેને બધાના પેટ ભરવા માટે સાડીઓ ના ફોલ છેડા નું કામ શરૂ કરી પેટે પાટા બાંધીને છોકરાને મોટા કરવામાં અને ભણાવવા માં લાગી ગયા.
પરંતુ ફક્ત ફોલ છેડા ની આવડત થી રોજ નું કેટલું કામ મળે કે કેટલી રોજી મળે.એમાંય આ કોરોના કાળ માં તો બિલકુલ કામ મળવાનું બંધ થઈ જતાબહેન ચિંતા માં ગરકાવ થઈ ગયા હતા.
બહેન નો મોટો દિકરો હાલ નવમા ધોરણ માં અને નાનો દીકરો પાંચ માં ધોરણમાં અભ્યાસ કરે છે.
છોકરાઓ ખૂબ હોશિયાર હોવાથી પ્રાઇવેટ સ્કૂલ માં એડમિશન હોવા છતાંય તેમની એક રૂપિયો પણ ફી લેવામાં આવતી નથી.
પણ ટ્યૂશન, કે સ્ટેશનરી ના ખર્ચ ને પહોંચી વળવામાં મુશ્કેલી રહેતી હતી.
ત્યાં અચાનક જ સાસુમાં ને પેરેલિસિસનો હુમલો આજ થી 25 દિવસ પહેલા આવતા બચી કૂંચી રકમ પણ વપરાય ગઈ અને માથે સગા નું દેણું ચડી ગયું.આવી વિકટ અને દુકાળ માં અધિક માસ વાળી પરિસ્થિતિની રોટરી ક્લબ ઓફ હળવદ ને જાણ થતાં તુરંત જ બહેન સાથે સંપર્ક કરીને સંજોગોનો તાગ લીધો હતો.
જેમાં હાલની તાતિ જરૂરિયાત રાંધવા ખાવા માટે અનાજ કરીયાણા ની જરૂરત જાણવા મળતા રોટરી એ દર માસે અને જ્યાં સુધી જરૂર પડે અથવા છોકરાઓ કમાતા થઈ ત્યાં સુધી કીટ ચાલુ રાખવાની ખાત્રી સાથે કીટ શરૂ કરી દેવામાં આવી હતી.
સાથેજ અભ્યાસ માટે જે જે જરૂર પડે એ તેમજ ટ્યૂશન ની નિઃશુલ્ક યોગ્ય ગોઠવણનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે
જેનાથી આ પરિવારે રાહત નો શ્વાસ લીધો હતો.
આ પ્રોજેક્ટ નું ડોનેશન રોટે. જગદીશભાઈ સોનગ્રા, રાજ ટ્રાન્સપોર્ટ વાળા તરફથી બારે માસ આપવામાં આવશે.
હળવડ.રમેશ ઠાકોર દ્વારા.