Halvad-Morbi-હળવદ ધાંગધ્રા હાઈવે રોડ પર ૬૦ નંગ બિયર સાથે એક શખ્સ ઝડપાયો.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ અને બીયરની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ પી એ દેકાવાડીયા ને ચોક્કસ બાતમી મળતા હળવદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના દેવેન્દ્રસિંહ ઝાલા. યોગેશ દાન ગઢવી .બીપીન ભાઈ પરમાર સહિતના
હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ તુલસી હોટલ ની પાછળ આવેલ નકલંગ ધામ સોસાયટી મકાન નંબર૪ માં રહેતા જયેશભાઈ ધીરજલાલ પટેલ ના મકાન માં ૬૦ નંગ બિયરનો જથ્થો સંગ્રહ કરેલો મળી આવ્યો હતો રૂપિયા ૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ બીયર ના દરોડા પડતા અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.