ધોરાજીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કોવિડ સેન્ટર શરૂ થશે.
ધોરાજીમાં આધુનિક સુવિધાથી સજજ કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ અંગે માનવ સેવા યુવક મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે જેને સફળતા સાંપડી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આગામી ટુંક સમયમાં સુવિધાથી સજજ આ કોવીડ સેન્ટર કાર્યરત કરી દેવાશે તેમ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવેલ હતુ.
ધોરાજી અને આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કોરોના કેસોને લઇને આગામી તા. 4/7 ના રોજ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક તથા ડે.કલેકટર પટેલ સહીતનાઓને આ અંગે રજુઆત કરેલ હતી.સ જેમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે ધોરાજીના માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ કરેલી ટેલીફોનીક વાતચીત દરમિયાન ડે. સીએમ નીતીનભાઇ પટેલ એ જણાવેલ કે ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે આગામી ટુંક સમયમાં કોરોનાના દર્દીઓની સારવાર કરાશે જેથી ધોરાજી અને આજુબાજુઓના વિસ્તારના લોકોને ધોરાજીથી રાજકોટ કે અન્ય શહેરોમાં સારવાર કરવા નહી જવું પડે.
ધોરાજી સરકારી હોસ્પીટલમાં આ અંગે રાજકોટથી મેડીકલ કોલેજના નિષ્ણાંતોની ટીમે મુલાકાત લીધી હતી અને ધોરાજી સરકારી હોસ્પીટલ ખાતે કોરોનાના દર્દીઓને દાખલ કરાશે અને આધુનીક સાધન સામગ્રીઓ અને વેન્ટીલેટર-પલ્સ ઓકસીમીટર, ઓકસીઝન સેન્ટર ની સુવિધા સાથે આ સેન્ટરમાં દવાઓ અને સવારે દર્દીઓ માટે હળદળ વારૂ દુધ-આયુર્વેદીક ઉકાળો, ફ્રુટ જયુસ, બે ટાઇમ ગરમા ગરમ પોષ્ટીક જમવાનું, શુધ્ધ પાણી સહીતની સુવીધાઓ અપાશે.ધોરાજીના માનવ સેવા યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર બાબરીયા-ભોલાભાઇ સોલંકીએ ડે. સીએમ નીતીનભાઇ પટેલ, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક સહીતનાઓનો આ અંગે આભાર વ્યકત કરેલ હતો. અને આવનારા સમયમાં ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે કોવીડ હોસ્પીટલ શરૂ થશે. એમ ડે.સીએમ નીતીનભાઇ પટેલ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ હતુ.
ધોરાજી. સકલેન ગરાણા દ્વારા