Morbi-halvad-હળવદમાં કોરોના અટકાવવા માટે એકટીવ સર્વેલન્સ ટીમની રચના : દરેક વિસ્તારમાં સર્વે કરાશે.
ગુજરાતભરમાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મોરબી જિલ્લામાં હળવદ શહેરમાં પણ કોરોના પોઝિટિવ સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે આસિસ્ટન્ટ કલેકટર ગંગા સિંહ દ્વારા હળવદ નાં ત્રણ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક બેઠકનું આયોજન થયું હતું જેમાં હળવદ મામલતદાર ચીફ ઓફી તાલુકા બ્લોક અધિકાર સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં. કોવીડ૧૯ એકટીવ સવૅલનસ ટીમ ની રચના કરવા આવી હતી હળવદ શહેર ના સાથે સાત વોર્ડમાં ડોર ટુ ડોર ફરીને શિક્ષકો નગરપાલિકાના કર્મચારીઓ આરોગ્યના સ્ટાફ કોરોના નું સર્વેની કામગીરી હાથ ધરવા આવશે હળવદ શહેરમાં ૯૫ જેટલી ટીમ કાર્યરત કરી છે જેમાં એક ટીમમાં ૨ કર્મચારીઓ ને ફુલ ૧૯૦ કર્મચારીઓ કાર્યરત કરેલ છે ઘેર ઘેર જે દરેક પરિવારની માહિતી એકઠી કરશે તેમજ કોઈ વ્યક્તિને તાવ શરદી ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને કોરોના લગતા કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ ચકાસણી કરવામાં આવશે.
આ અંગે આસિસ્ટન્ટ કલેકટર ગંગા સિંહ ના પૂછતા જણાવ્યું હતું કે હળવદ શહેરમાં કોવિડ ૧૯ ને અંકુશ લાવવા અને વધુ લોકો ઓ ચેપ ના લાગે અંકુશ લાવવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તો દરેક લોકોએ આરોગ્ય અને શિક્ષકો અને નગરપાલિકાના કર્મચારીઓને સહકાર આપવા જણાવ્યું હતું આ સર્વેની કામગીરી ને સફળ બનાવવા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા હળવદ મામલતદાર બી એન કણઝરીયા તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડોક્ટર ભાવિનભાઈ ભટ્ટી આરોગ્ય નો સ્ટાફ શિક્ષકો નગર પાલિકા અને મામલતદાર કચેરી ના કમૅચારીઓ સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
હળવડ. રમેશ ઠાકોર દ્વારા.