Gondal-Rajkot-ગોંડલ સીટી પોલીસ નો સપાટો: ગોંડલ પોલીસ એક્સન મોડમાં ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો સીટી પી.આઇ. એસ.એમ. જાડેજાની ટીમે ૭૯ર બોટલ દારૂ સાથે હસન કટારીયાને ઝડપી લીધો.
ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો ગોંડલની સીટી પોલીસે વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસના કવાર્ટસમાંથી ૩.૪ર લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો.
ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસ કવાર્ટરની ઓરડીમાં ઇરફાન હસનભાઇ કટારીયા વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલના સીટી પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ બી. એલ. ઝાલા, આર. ડી. ચૌહાણ તથા ડી. પી. ઝાલા સહિતના સ્ટાફે ઉકત સ્થળે રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૭૯ર કિ. ૩.૪ર લાખ, ઇકો કાર કિ. ૩ લાખ, તથા એક મોબાઇલ મળી કુલ ૬.૪૩ લાખના મુદામાલ સાથે બુટલેગરના પિતા હસન ઇસ્માઇલ કટારીયાને ઝડપી લીધો હતો. જયારે બુટલેગર ઇરફાન કટારીયા તથા તેની માતા હમીદાબેન નાસી છૂટતા ત્રણેય સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં ગોંડલ સીટીના હેડ કો. જયદીપસિંહ ચૌહાણ, પો. કો. દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહીલ, અરવિંદભાઇ વાળા, જયસુખભાઇ તેમજ ડીવાયએસપી કચેરીના હેડ કો. દિગ્વીજયસિંહ રાઠોડ તથા પો. કો. ભગીરથસિંહ વાઘેલા જોડાયા હતાં.