Dhoraji-ધોરાજીમાં વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા CMને સંબોધીને સિવિલ હોસ્પિ.માં તાત્કાલિક કોવિડ સેન્ટરની મંજૂરી આપવા મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને અપાયું આવેદન.
ધોરાજીમાં કોરોનાનો કાળો કેર વર્તાય રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક કોવિડ સેન્ટરની મંજૂરી આપવા મામલે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા જેન્તીભાઈ પાનસુરીયા બીપીન ભાઈ મકવાણા વિગેરે અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવેલ કે ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના નું કાળચક્ર દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે ફેલાઈ રહ્યું છે આજે કોરોના સંક્રમણ ના આંકડા 543 ઉપર અને મૃત્યુઆંક 29 ઉપર પહોંચવામાં છે ત્યારે ધોરાજી શહેરની વસતી 80 હજાર આસપાસ છે ત્યારે વાસ્તવિકતાના આધાર ઉપર કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હશે અને હજુ પણ સંખ્યા ક્યાં પહોંચે તે કલ્પના લોકોને ધ્રુજાવી મૂકે છ.
ધોરાજી. સકલેન ગરાણા દ્વારા.