Halvad-Morbi-હળવદના ચંદ્રગઢ અને લીલાપુર ગામ વચ્ચે વાડીમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો.
હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને સંગ્રહ થતો હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશન ના મળતા પી આઈ પી એ દેકાવાડીયા અને ડી સ્ટાફના માણસો મુમાભાઈ કલોતરા અને યોગેશદાન ગઢવી . બિપિન ભાઈપરમાર સહિતના પોલીસ કર્મીઓ
હળવદ તાલુકાના ચંદ્રગઢ લીલાપુર ગામની સીમમાં વાડીમાં છાપો મારતા જેમા ઈંગ્લીશ દારૂની ૭૫૦ મી.મી કાચની સીલપેક એપિસોડ ગોલ્ડ વિસ્કી નંગ ૧૬ મળી આવી હતી જેમા હતા આરોપી હળવદના ભવાની નગર ઢોરો ના શીવાભાઈ ભાઈ ગોવિંદભાઈ ભરવાડ રંગ હાથે ઝડપી પાડયો હતો.
જ્યારે તપાસ દરમિયાન બુટવડા ગામના માંડણ ભાઈ રામાભાઈ ભરવાડ નુ નામ ખુલ્યું હતું પોલીસ એ ૧૬ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ અનેરૂપિયા૪૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી માંડણભાઇ ભરવાડ પકડવાના ચક્રોગતિમાન કર્યાં આમ ઈંગ્લીશ દારૂના દરોડા પડતા અને બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.