Dhoraji-ધોરાજીમાં કોરોના અંગે ડોર ટુ ડોર સર્વે માટે 46 ટીમોની રચના ટેસ્ટીંગ શરૂ ડેપ્યુટી કલેકટર મિયાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓની બેઠક યોજાઇ.
ધોરાજીમાં કોરોનાના વધતા જતા કેસના પગલે ડેપ્યુટી કલેકટર મિયાણી સાહેબના અઘ્યક્ષ સ્થાને આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં મામલતદાર જોલાપરા, બ્લોક હેલ્થ ઓફિસર વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં
જેમાં શહેરમાં ડોર ટુ ડોર નો સર્વે અને ટેસ્ટિંગ અંગેની કાર્યવાહી શરૂ કરવા તાલીમ અપાઇ હતી આ સર્વેની કામગીરીમાં ધોરાજી શહેર માટે 46 ટીમોની રચના કરવામાં આવેલ હતી જે ધોરાજી શહેરના દરેક વિસ્તારોમાં ડોર ટુ ડોર કામગીરી કરશે
આ કાર્યવાહી આજે સોમવારથી ચાલુ કરવામાં આવેલ છે બેઠકમાં ડેપ્યુટી કલેકટર મિયાણી મામલતદાર જોલાપરા બ્લોક હેલ્થ ઓફિસર પુનીત વાછાણી તેમજ વિશાળ સંખ્યામાં સેવાભાવી કર્મચારીઓ હાજર રહેલ હતા.
ધોરાજી.સકલેન ગરાણા દ્વારા