Gondal-ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઇસ્કુલ નાં ગ્રાઉન્ડ ખાતે વોકિંગ જોન નું ગણેશભાઈ જાડેજા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

Loading

ગોંડલ શહેરની પ્રજા સુખાકારી માટે નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઇસ્કુલ નાં ગ્રાઉન્ડમાં અંદાજે ૪૫ લાખના ખર્ચે વોકિંગ જોન બનાવવામાં નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા દિવસો માં ગોંડલ શહેરમાં લોકોને વહેલી સવારે અને રાત્રે વોકિંગ કરવામાટે ભારે હાલાકી ભોગવી પડતી હતી

જેને ધ્યાન માં લઇ ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા જાડેજા ને ધ્યાન માં આવતા આ અંગે પાલિકા તંત્ર ને ધ્યાન દોરવતા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલીક નિર્ણય લઈને ગોંડલ ની પ્રજા માટે સૌથી મોટું વોકિંગ જોન નું ટુક સમયમાં નિર્માણ કરવામાં આવશે અને લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.આ ખાતમુહૂર્ત પ્રસંગે ગોંડલના ધારાસભ્ય ના સુપુત્ર ગણેશભાઈ જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, પાલિકા ના કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા,બાંધકામ ખાતા ના ચેરમેન કૌશિકભાઈ પડાડીયા,પાલિકા સદસ્ય ચંદુભાઈ ડાભી, પાલિકા સદસ્ય રાજેન્દ્ર સિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા,રાજુભાઇ તન્ના,પાલિકા સદસ્ય પ્રકાશભાઈ સટોડી યા,ધીરુભાઈ સારધારા, શશીકાંતભાઈ રૈયાણી,મનુભાઈ કોટડીયા,બટુકભાઈ સાવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!