હળવદ બસ સ્ટેન્ડ ના પટાંગણમાં વરસાદ ના પગલે ગાબડા.
હળવદ શહેર અને આસપાસના ગામોમાં થોડા દિવસ પહેલા મુશળધાર વરસાદ પડતા ઠેરઠેર નાળા રસ્તાઓ ધોરણ થયા હોવાના બનાવ બન્યા છે ત્યારે હળવદમાં આમ તો ઘણા વર્ષોથી એસ.ટી.બસ સ્ટેશનમાં વિવિધ પ્રશ્નો નથી હળવદ તાલુકાની પ્રજા પીડાઇ રહી છે.
ત્યારે બસ સ્ટેશન માં વરસાદના પગલે મસમોટા ગાબડા પડી જતા મુસાફરોને વ લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે વરસાદના પગલે એસટી પટાંગણમાં આજુબાજુના વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા છે તેના કારણે મચ્છર અને મચ્છરનો ત્રાસ વધતો જાય છે ત્યારે અહીં આવતા મુસાફરોને બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે.
આ અંગે રાજુભાઈ . રસિકભાઈ જણાવ્યા હળવદ બસ સ્ટેશનમાં દર વર્ષે ચોમાસાના વરસાદી પાણી ભરાવાના કારણે મસમોટા ગાબડા પડી જાય પરંતુ સરકારી તંત્ર દ્વારા બસ સ્ટેશનમાં આર.સી.સી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી ત્યારે તંત્ર દ્વારા વહેલી ગાબડા નું બુરાણકામ કરે તેવી મુસાફરોઓઅને હળવદ તાલુકા વાસીઓ ની માંગ ઉઠવા પામી છે.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.