Gondal-ગોંડલ બસ સ્ટેન્ડ અને મોવિયા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
ગોંડલ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે નંબર પ્લેટ વગરના એકટીવા મોટરસાયકલને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 7 કિંમત રૂ.2800ની મળી આવતા એક્ટિવા ચાલક અજય જયંતીભાઈ મકવાણા ૨૩ રહે આવાસ ક્વાર્ટર ની ધરપકડ કરી પૂછપરછ કરતા ઉપરોક્ત દારૂનો જથ્થો મોવિયા રોડ પર રહેતા સબીર હાસમભાઇ ચાણક્યએ કમિશન થી વેચવા આપ્યો હોવાનું જણાવતા તેના ઘરે દરોડો પાડતા છતની પીઓપી ના ખાનામાંથી વિદેશી દારૂની 27 બોટલ કિંમત રૂપિયા 10800 મળી આવતા એક્ટિવા સહિત કુલ મુદ્દામાલ 33600 નો કબજે કર્યો હતો અને ઉપરોક્ત દારૂના વેપલામાં ફેમિદાબેન હાસમભાઇ ચાણક્ય અને ભરત વારસુર ની સંડોવણી હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.