Gondal-Rajkot: ગોંડલ કોવિડ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટ કચરો સળગાવ્યો.

Loading


ગોંડલ કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલની અંદર જ સળગાવીને નિકાલ કરતા ચેપ ફેલાઈ તેવી બેદરકારી દાખવવા બદલ જવાબદાર કોણ તેવા પ્રશ્ર્નો ઉઠવા પામ્યા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત કફોડી થવા પામી હતી.
ગોડલ કોવિડ હોસ્પિટલની ચેકીંગ અર્થે કલેક્ટર આવવાના હોય જેમને સાફ સફાઈ કાયમી થતી હોય તેવો દેખાવ કરવા માટે રાત્રીના બે કલાકે બાયોમેડીકલ વેસ્ટ નો કચરાનો નિકાલ કરવાની જગ્યાએ હોસ્પિટલ અંદર જ સળગાવવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.હોસ્પિટલમાં રાત્રીના સમયે આગની મોટી જ્વાળાઓ જોવા મળતા હોસ્પિટલ બહાર દિવસ જેવું વાતાવરણ ઉભુ થયુ હતું. જેમની જાણ રાહદારીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને થતા પ્રથમ તો શું હોસ્પિટલમાં આગ લાગી કે શું તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉઠ્યા હતાં.આ સાથે જ ઘણા લોકો હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે ઉમટી પડયા હતાં.

પરંતુ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ મેડીકલ વેસ્ટને સળગાવીને નિકાલ કરવામાં આવ્યો હોવાની વિગતો લોકોને જાણવા મળી હતી.ત્યારે કચરાનો નિકાલ મધ્ય રાત્રે જ સળગાવીને કર્યો..?
ઘર આંગણે જ કોવિડ હોસ્પિટલમાં કચરો સળગાવવામાં આવતા હોસ્પિટલની ઈમારતની દિવાલો કાળી પડી જવા પામી છે. સેવાભાવી ડોક્ટરો ખરેખર ગોંડલની જનતાની સેવાજ કરતાં હોય અને દર્દીઓની કાળજી લેતાં હોય તો તેમને કોવિડ હોસ્પિટલમાં ડોકટરોએ પહેરેલી કિટ ઈન્જેક્શન દર્દીઓના કપડા ગ્લોજ માસ્ક તેમજ વેસ્ટ ભોજન સહિતના કચરાને સળગાવીને ત્યાંજ નિકાલ કરવાની ફર્જ કેમ પડી આ સાથે સરકારના નિયમોનું કે પાલન ન કર્યુ તેવા પ્રશ્ર્નો સાથે આ બનાવ ગોંડલ આવતા ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય પણ બનવા પામેલ છે.આ સાથે જ જવાબદાર સામે કોરોનાના વધતા જતાં કેસોને લઈને કડક પગલાં ભરવાં પણ જરૂરી બન્યા છે.

error: Content is protected !!