Gondal-ગોંડલ એસ ટી દ્વારા સોમવાર થી ગામડાઓમાં બસો દોડાવાસે.
હાલ કોરોના વાયરસ ના કારણે આશરે પાંચ મહિના થી વધુ સમય થી બંધ પડેલ એસ ટી બસો હવે રાબેતા મુજબ ગામડાઓમાં દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ મા માત્ર એક્સપ્રેસ સંચાલન શરૂ છે ત્યારે ગામડાંઓ ના લોકો ને નોકરી ધંધા રોજગાર માટે એસ ટી ની સુવિધા અતિ આવશ્યક છે વધુ મા તમુસાફરો ની સુરક્ષા માટે વિભાગીય કચેરી દ્વારા ટેમ્પરેચર માપવા માટે 25 થી વધુ થર્મલ ગન આપતા સોમવાર સુધી મા આશરે ૯૦ ટકા સુધી નું ગામડાંઓ નું સંચાલન શરુ કરવામાં આવશે જેમાં લોધિકા, કાલાવડ, દેરડી, અમરેલી, જામનગર, જસદણ, કંડોરણા,પોરબંદર સહિત ૯૦ ટકા થી વધુ સંચાલન શરૂ કરવામાં આવશે તેમ એસ ટી ડેપો મેનેજર જે આર અગ્રવાત દ્વારા જણાવ્યું હતું.