Gondal-Rajkot.જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ ની સુચના મુજબ, તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન તળે ,દરેક કારખાનામાં કામ કરતાં, કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ ની સુચના મુજબ, તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન તળે ,દરેક કારખાનામાં કામ કરતાં, કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવાની સૂચના થયેલ છે. જે મુજબ આજરોજ ગોમટા ઘડિયાળ ના કારખાનામાં કામ કરતા, અઢીસો જેટલા જેટલા કામદારો નો કોરોના સ્કેનિંગ ટેસ્ટ કરવામાં આવ્યો,
જે પૈકી 50 કામદારોનો કાર્ડ ટેસ્ટ કરવામાં આવ્યો, જે પૈકી ત્રણ કામદારોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે.આ કામગીરી દરમિયાન ગોંડલ મામલતદાર શ્રી ભરતસિંહ ચુડાસમા,તાલુકા વિકાસ અધિકારી શ્રી જગદીશ સિંહ ગોહિલ,તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગોયલ સાહેબ,ગોમટા પીએચસીના ડોક્ટર યશપાલ સિંહ રાઠોડ તથા તેમની ટીમ હાજર રહી હતી, અને કારખાનાના માલિક શ્રી રજનીભાઇ ભાણવડીયા વગેરે હાજર રહ્યા હતા અને જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી