ભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.
ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે જોખમી પબજી, ગેમ્સ ઑફ સુલતાન, બાઇડુ, કેમકાર્ડ સહિત 118 ઍપ પર ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ. આ અગાઉ પણ કુલ 106 ચીની એપ પર મુકાઇ ગયો છે પ્રતિબંધ.
ભારત સરકારે પબ્જી સહિત વધુ 119 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા, ભારતના સંરક્ષણ તેમજ રાજ્યોની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે હાનિકારક છે તેવી 119 એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે. સરકારે પહેલા TikTok સહિત ચીનની 59 એપ બેન કરી હતી. ત્યાર પછી 47 એપ પર પ્રતિબંધ મુક્યો હતો. IT મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે PUBG ઉપરાંત APUS લોન્ચર પ્રો જેવી ચીનની એપ પર પ્રતિબંધ મૂકાયો છે.
સરકારે પહેલા TikTok સહિત ચીનની 59 એપ બેન કરી હતી. ત્યાર પછી ચીનની 47 વધુ એપ બેન કરી હતી. IT મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે PUBG ઉપરાંત Baidu, APUS લોન્ચર પ્રો જેવી ચીનની એપ પર બેન મૂકાયો છે.