કુંદનપર- દહીંસરા વચ્ચેથી ઝડપાયો ૪ લાખનો શરાબ –પશ્ચિમ કચ્છ એલસીબીએ કાર સહિત એક શખ્સને દબોચ્યો : અન્ય બે આરોપીના નામ ખુલતા માનકૂવા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
પશ્ચિમ કચ્છ એલસીબીએ માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં કુંદનપર – દહીંસરા રોડ પરથી વાડી વિસ્તારમાં જતા કાચા રસ્તા પરથી મહેન્દ્ર જાયલો કારમાંથી ૪ લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ હતી. જયારે અન્ય બેના નામ ખુલતા માનકૂવા પોલીસ મથકે ગુનો રજિસ્ટર કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી એલસીબીનો સ્ટાફ દારૂ, જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે વર્કઆઉટ કરીને દરોડો પડાયો હતો. બાતમી મુજબ કેરા ગામે રહેતો આરોપી અનોપસિંહ અભેસિંહ રાઠોડ અમદાવાદ પાસિંગની મહિન્દ્રા જાયલો ગાડીમાં શરાબનો જથ્થો ભરીને સગેવગે કરવા જઈ રહ્યો છે. ત્યારે પોલીસે કુંદનપર – દહીંસરા જતા રોડ પરથી રવજી રામજી પટેલની વાડી તરફ અંદર જતા કાચા રસ્તા ઉપર દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હતો, ત્યારે પોલીસે રેડ પાડીને જુદી – જુદી બ્રાન્ડની ૧૧ર૮ નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા ૪,૦૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ર લાખની ગાડી તેમજ રોકડ રૂપિયા ૧ર૦૦ અને બે મોબાઈલ મળીને કુલ ૬,૦૬,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરોડામાં અનોપસિંહ અભેસિંહ રાઠોડને દબોચી લેવાયો હતો. જયારે ભોપાલસિંહ બનેસિંહ વાઘેલા (રહે કેરા, તા. ભુજ) તેમજ કાનો (રહે રાપર)નું નામ ખુલ્યું હતું. પોલીસે ત્રણેય ઈસમો વિરૂદ્ધ માનકૂવા પોલીસ મથકે ગુનો નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
231 thoughts on “કુંદનપર- દહીંસરા વચ્ચેથી ઝડપાયો ૪ લાખનો શરાબ –પશ્ચિમ કચ્છ એલસીબીએ કાર સહિત એક શખ્સને દબોચ્યો : અન્ય બે આરોપીના નામ ખુલતા માનકૂવા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ”
Comments are closed.