ઘનશ્યામપુર ગામની વાડીમાં કોઈ કારણોસર ટ્રેક્ટર માં આગ ભભૂકી ઉઠતા ટ્રેક્ટર બળીને ખાખ.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીમાં કોઈ કારણોસર આઇસર કંપની ના ટેકટર ને આગ‌લાગતા ટ્રેક્ટર બળીને ખાખ થઈ ગયું બનાવની જાણ વાડી માલિકને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને આજુબાજુના  ખેડૂતો ઓ અને ખેત મજુરો ને  પૂછપરછ કરતા આગ લાગવા નુ સાચુ કારણ જાણવા મળ્યું  ન હતું તેમ વાડીમાલિકખેડૂત,એ જણાવ્યું હતું

મોરબી જિલ્લા‌મા  હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.તેની હજી શાહી સુકાઈ નથી  ત્યારે મંગળવારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા મગનભાઈ વેલાભાઈ દલવાડી ની વાડીઘનશ્યામપુર ગામની સીમમાં આવેલી છે.


 વાડી એઆઇસર કંપનીનુ  ટ્રેકટર પડ્યું હતું ત્યારે કોઈ કારણોસર એકાએક  ટ્રેક્ટર માં આગ ભભૂકી ઉઠતા ટ્રેક્ટર બળીને ખાખ થઈ ગયું હતું  બનાવની જાણ વાડી માલિક ખેડૂત મગનભાઈ દલવાડી ને થતાં  ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારે બાદ આજુબાજુના  ખેત મજૂરો  અને ખેડૂતો ને  પૂછપરછ કરતા પરંતુ આગ શેના કારણે લાગે છે  તેનુ સાચુ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી  આ અંગે  ખેડુત મગનભાઈ દલવાડી ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે હું વાડીએ થી ઘેર ગયો અને વાડીએ કોઈ હતું નહીં મને ખબર નથી આગ કેવી રીતે લાગી શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી છે? છે કે કોઈ ઈરાદા પૂર્વક આગ લગાડી છે?  મને કંઈ ખબર નથી તેમ જણાવ્યું હતુ.

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!