મોરબી એસપી ની બાતમીના આધારે હળવદમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.
હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર અવાર નવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ને ચોક્કસ બાતમી મળતા ધાંગધ્રા તરફથી હળવદ તરફ આવતી ઈકો કારમાં ઇંગ્લિશ દારૂ ભરીને ઇકો કાર જતી હતી ત્યારે હળવદ પોલીસ સ્ટેશન નજીક આવેલ સર્કિટ હાઉસ હાઈવે રોડ પર પહોંચતા મોરબી એસ પી એસ.આર.ઓડેદરા ને ચોક્કસ બાતમી મળતા એસ પી અને હળવદ પોલીસના પી આઈ પી એ દેકાવાડીયા અને સ્ટાફના માણસો સર્કિટ હાઉસ હાઈવે રોડ પર વોચ રાખતા ઘ્રાગધ્રા તરફથી ઇકો કાર પસાર થતા રોકીને તલાશી લેતાં જેમાં ૯૫ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂપિયા ૪૯ .૪૦૦ ઇકો કાર કિંમત રૂપિયા ૭૦.૦૦૦ મોબાઈલ નંગ ૩ કિંમત રૂપિયા ૧૦.૦૦૦ રૂપિયા ૧.૨૯.૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અને આરોપી . રાજસ્થાનના તેજશીગ મોતીશીગ પઢિયાર અને જગદીશજી મહાદેવજી કોળી ને ઝડપી પાડયા હતા જ્યારે તપાસ દરમિયાન પૂછપરછ કરતા રાજસ્થાનથી મોહનભાઈ ડીસનોઈએ ઈંગ્લીશ દારૂની બોટલ ઓ મોકલી હતી ત્યારે પોલીસ એ ત્રણ આરોપી સામે ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પોલિસ એ જણાવ્યા પ્રમાણે એ રાજેસરથાન થી જામનગર તરફ ઈંગ્લીશ દારૂનીડિલિવરી કરવાની હતી આમ હળવદ મા ઈંગ્લીશ દારૂની રેઈડ પડતા અન્ય બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો હતો.
હળવદ.રમેશ ઠાકોર દ્વારા