Gondal.ગોંડલ મહારાજા મહારાણીએ કોરોના ને માત આપી પરત પેલેસે આવતા ઉમળકા ભેર સ્વાગત કરાયું.
ગોંડલ મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહજી અને મહારાણી સાહેબ કુમુદકુમારીજી કોરોના થી સંક્રમીત થતા રાજકોટ ખાતે હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા અને આજે સ્વસ્થ થતા પરત પેલેસે આવ્યા હતા લોકોએ ઉમળકા ભેર તેઓનું સ્વાગત કર્યું.
યુવરાજ હિમાંશુસિંહજી એ તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, રાજવી પરિવારો, રાજકીય – સમાજીક અગ્રણીઓ તથા તમામ અમારા શુભેકચ્છકો નો કપરા સમય માં સાથ સહકાર અને હૂફ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જણાવ્યું હતું કે આ મહામારી માંથી સમગ્ર વિશ્વ જલ્દી બહાર આવે અને નગરજનો સરકાર ના દરેક નિયમો નું પાલન કરી જાગૃત બની અને કોરોના ને હરાવે તેવી આશા વ્યક્ત કરી હતી.