Morbi-હળવદ તાલુકાના અજીતગઢ માનગઢ ગામ ની બ્રાહ્મણી નદીમાં બે યુવાનો તણાયા એક યુવાન બચી ગયો એક યુવાનની શોધખોળ ચાલુ.

હળવદ પંથકમાં રવિવારે રાત્રે અને સોમવારે સવારે વરસાદના પગલે ઉપર વાસ ના પાણી ની આવક થતાં  નદી નાળા છલકાઈ ગયા હતા ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારમાં ઓકળો આવ્યા હતાં ત્યારે હળવદ તાલુકાના રણકાંઠાના ગામ નજીક આવેલ અજીત ગઢ ગામ માનગઢ ગામે ભેંસો મુકવા જતા દરમિયાન માનગઢ ગામ ની બ્રાહ્મણીનદી માં  બે યુવાનો તણાયા હતા ત્યારે અજીતગઢ ગામનો ૧૮ વર્ષના અક્ષય ભાઈ દિનેશભાઈ ઠાકોરને ગામલોકોએ પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધો હતો 
ત્યારેબાદ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઈ ગયા ત્યારે આજ ગામનો ૨૦ વર્ષ નો કાના ભાઈ ગોરધનભાઈ ઠાકોર  સ્થાનિક તરવૈયાઓ પાણી મા શોધ આદરી હતી હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો બનાવની જાણ હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ અને અજીતગઢ ગામ ના સરપંચ રજની ભાઈ પટેલ અને ગામ ના આગેવાનો  ઘટનાસ્થળે દોડી  આવ્યા હતા

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!