સેવા પરમો ધર્મ ની વ્યાખ્યાને સાચા અર્થમાં સાર્થક કરતા રાજેન્દ્રસિંહ રાણાને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સેવા પરમો ધર્મ ની વ્યાખ્યાને સાચા અર્થમાં સાર્થક કરતા રાજેન્દ્રસિંહ રાણાને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આખું વર્ષ વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ પ્રકારની લોક ઉપયોગી અને સમાજ ઉપયોગી અખંડ, અવિરત,નિસ્વાર્થ સેવા કાર્ય કરતી સંસ્થા એટલે રોટરી ક્લબ ઓફ હળવદ જેમાં તન,મન,ધનથી અને રાત દિવસ જોયા વગર કે થાક્યા વગર સતત સેવા ના કાર્ય માં સદાય અગ્રેસર રહેતા અને મગ્ન રહીને જરૂરતમંદોની, ગરીબોની, ગામની, શહેરીજનોની મદદ માટે તત્પર એવા રોટરી ક્લબ ઓફ હળવદ ના પ્રેસિડેન્ટ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા નો આજે જન્મદિવસ છે.એમના વિશે વધું વાત કરીએ તો…
તેમનો જન્મ ૩૧/૮/૭૬ ના રોજ હળવદ મુકામે થયો હતો.
તેમનું મૂળ વતન લખતર તાલુકાનું વણા ગામ છે
પણ હવે જન્મભૂમિ હળવદને જ કર્મભૂમિ બનાવીને કાયમી વસવાટ થઈ ગયો છે.તેમને બી.એ. સુધી અભ્યાસ કર્યો. ૯૮ થી તેઓ ખ.વે.સંઘમાં આ એકાઉન્ટન્ટ તરીકેની ફરજ બજાવે છે.
તેઓ સ્વભાવે બિલકુલ શાંત,સરળ, મળતાવડા અને સંતોષી માણસ છે.તેઓ રોટરી સેવા ટ્રસ્ટ, હળવદ ના પ્રમુખ તરીકેની માનદ સેવા આપે છે.ડેવલપમેન્ટ હેલ્પ ક્લબ ના તેઓ પ્રમુખ છે.
રાજપૂતોની વિશ્વની સૌથી મોટી સંસ્થા એવી અ.ગુ.રા.યુવા સંઘ માં હળવદ તાલુકાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી.
જેમાં તેમને 10 વર્ષ માનદ સેવા આપેલ.તેઓ હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ની કારોબારી સભ્યમાં સેવા આપે છે.
તેઓ ધાર્મિક, આધ્યાત્મિક, સ્વ વિકાસ માટે તેઓ પ્રવૃત હોય છે પરંતુ લોકોની પણ આધ્યાત્મિક ઉન્નતિ થાય અને ફાયદા મળે એના માટે જાપાનની રેઈકી પદ્ધતિનો હળવદમાં પ્રવેશ કરાવ્યો.
રેઇકીમાં માસ્ટર બન્યા અને અસંખ્ય દર્દીઓની વિનામૂલ્યે સેવા કરી.
ત્યાર બાદ ફીલિપિન્સ મનીલા ની પ્રાણીક હિલિંગ સારવાર પદ્ધતિમાં અરહાટિક યોગી સુધીની પદવી લીધી અને અનેક લોકો ને મેડિટેશન અને વિશ્વ શાંતિની પ્રાર્થનામાં જોડાવા પ્રેર્યાં.
ત્યારબાદ શ્રી શ્રી રવિશંકર પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ માં સક્રિય થઇને હળવદમાં સેવા સત્સંગ અને સાધનાના પાયા ઉપર ઘણું કામ કર્યું.
હળવદ જેવા નાના ગામમાં વિશ્વની મોટી ઈન્ટરનેશનલ સંસ્થા રોટરીને હળવદ માં પ્રવેશ કરાવ્યો,રોટરીના નેજા હેઠળ વિવિધ કલબો અને ટીમવર્ક ઉભી કરીને મોટું વટવૃક્ષ બનાવી સમાજસેવા ને લગતા બધી જ પ્રકારના પ્રોજેક્ટો કલબના સભ્યો ની મદદ અને માર્ગદર્શન થી શરૂ કરવામાં આવ્યા.
રાજેન્દ્રસિંહ ની પોતાની અંગત મહેનત, ખંત, ઉત્સાહ,ધગશ, શુભઆશયની ભાવના અને સતત ચિંતનથી આ કલબ અત્યારે ટૂંકા ગાળામાં દેશ વિદેશમાં ખૂબજ પ્રચલિત અને ખુબજ એકટીવ કલબ તરીકે જાણીતી થઇ છે.તેમની કામગીરીની આવડતની કદર કરીને રોટરી ઇન્ટરનેશનલે ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરેલ છે.
હાલમાં આ કલબને હિસાબે હળવદ અને તાલુકાના લોકોને વિવિધ પ્રકારના પ્રોજેક્ટો થી ખુબજ ફાયદાઓ મળી રહયા છે.
રાજેન્દ્રસિંહ રાણાનો જન્મદિન છે તેમને જન્મદિવસ નિમિતે ખૂબ ખૂબ શુભકામનાઓ.તેઓને સમાજસેવા કરવાની પ્રેરણા, શક્તિ અનેં સામર્થ્ય પ્રાપ્ત થાય જેથી એ લોકોને હમેંશા મદદરૂપ થતા રહે
તેમજ પ્રભુના આશીર્વાદ ની ધારા તેમનાં પર વરસતી રહે
નિરંતર અને ઉત્તરોત્તર ઉતરોત્તર થતી રહે એવી અભિલાષા સાથે જન્મ દિવસ ની શુભેચ્છા
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.