બંધમાંથી છોડાયેલું એક ક્યૂસેક પાણી ખરેખર કેટલું હોય? આવો જાણીએ.

ચારેબાજુ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે અખબારોમાં સમાચાર આવશે કે ફલાણા ડેમના દરવાજા ખોલવા પડયા એમાંથી આટલા ક્યુસેક પાણી છોડાયું. ત્યારે વિચાર આવે કે પાણી જેવા પ્રવાહી માટે તો લિટરનું એકમ હોય છે. આ માપ ક્યુસેકમાં કેમ લખાય છે. નદીમાં વહેતા પાણીને લિટરમાં શી રીતે માપી શકાય? એટલે વહેતા પાણી માટે ક્યૂસેકનું એકમ વપરાય છે.

એક ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું. એક ઘનફૂટ પાણી એટલે ૨૮.૩૨ લિટર થયું. જો નદીમાંથી એક ક્યૂસેક પાણી વહેતું હોય તો એક સેકન્ડમાં ૨૮.૩૨ લિટરના હિસાબે એક મિનિટમાં ૧૬૯૯.૨ લિટર પાણી વહેતું હોય અને એક કેલાકમાં ૧૦૧૯૫૨ લિટર પાણી વહી જતું હોય. જો સમાચાર આવે કે બંધમાંથી ૪૦૦ ક્યૂસેક પાણી છોડાયું તો એનો અર્થ હવે સમજી શકાશે કે દર કલાકે બંધમાંથી ૪,૦૭,૮૦,૮૦૦ લિટર પાણી છોડવામાં આવે. એ હિસાબે આખા દિવસનો અને ૨૪ કલાકનો હિસાબ કરીએ તો આંકડો ગણતાં ન ફાવે એટલો મોટો થઈ જાય. આટલો મોટો આંકડો લખતાં, બોલતાં અને સમજતાં ગરબડ ન થાય એટલા માટે ક્યૂસેકનું એકમ બનાવવામાં આવ્યું છે. પંચાયત કે મ્યુનિસિપાલિટીનુ પાણી ન આવતું હોય અને બોરવેલ કરાવીએ તો વાતો થાય છે કે ૭૦૦ ફૂટ ઊંડે સુધી ખોદ્યું તો બે ઈંચ પાણી મળ્યું. આ બે ઈંચ એટલે પાણીનો થર બે ઈંચનો છે. પરંતુ બોરવેલ કે કોઈપણ કૂવામાં પાણી સ્થિર ભરેલું હોતું નથી. એ ભૂગર્ભના પોલાણોમાં વહેતું પાણી હોય છે. જો કૂવામાં એક ઈંચ પાણી મળે તો એનો અર્થ એવો થાય કે તેમાં દર કલાકે ૬૦૦ લિટર પાણી વહેતું જાય છે.

error: Content is protected !!