વિદેશી દારૂ સહિત રૂ. ૬.૮૨ લાખનો મુદામાલ ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ.
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટાફ ઓફિસે હાજર હોય, તે દરમ્યાન બાતમી મળેલ કે શહેરના દોલતપરા ખાતે રહેતો રવી હમીરભાઈ ભારાઈ નામના શખ્સે જુનાગઢ સાબલપુર જી.આઈ.ડી.સી.માં ભાવિન એસસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં નિલેશભાઈ પટેલનું ક્રિષ્ના સિડ્સ નામનું કારખાનું આવેલ છે, તેમાં કોઈ વાહન દ્વારા બહારના રાજ્યમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે, અને હાલ આ દારૂનો જથ્થો ઉપરોક્ત કારખાનામાં છે, અને કટીંગ કરવાની પેરવીમાં છે, તેવી બાતમી ક્રાઈમ બ્રાંચ પોલીસને મળતા બાતમી સ્થળે રેઈડ કરતા હકીકત વાળી જગ્યાએ કારખાનામાં તાળું મારેલું હોય, જે તોડીને અંદર પ્રેવેશી તપાસ કરતા એક શટર વાળા ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની 136 પેટીઓ વિદેશી દારૂની જેની કી.રૂ.૬,૫૨,૦૦૦ સહિત ૬,૮૨,૩૬૦ નો મુદામાલ મળી આવેલ હતો, તેમજ આરોપીઓ હાજર નહીં મળી આવતા જેની સામે પ્રોહીબિશન એકટ ૬૫ ઈ ૮૧ મુજબ ગુન્હો દાખલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.