Gondal-ગોંડલ તાલુકાના ગોમટા ચેક પોસ્ટ થી સ્વીફટ કાર માંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મૂજબ ગોંડલ Dysp પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોસ્ટે ના પો.સબ.ઇન્સ એમ.જે.પરમાર તથા નગોડલ તાલુકા પો.સ્ટાફ ના માણસો પોસ્ટે વિસ્તાર મા પેટ્રોલીંગ મા હોય દરમ્યાન પ્રફુલભાઇ પરમાર ને ખાનગી રાહે બાતમી મળેલ કે જુનાગઢ તરફ થી સફેદ કલર ની સ્વીફટ ફોરવ્હીલ માં ઇગ્લીશ દારૂ લઇ રાજકોટ તરફ આવે છે તેવી હકીકત આધારે સાથેના સ્ટાફ દ્રારા ચેક પોસ્ટ પર વોચ ગોઠવતા સદરહુ હકીકત વાળી ફોરવ્હીલ આવતા સદરહુ ફોરવ્હીલ ચેક કરતા મેકડોવેલ્સ નં-૧ સુપરીયર વ્હીસ્કી ની કુલ બોટલો નંગ ૧૩૧/- કિ.રૂ ૬૫,૫૦૦/- મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….
આરોપી (૧) વલીમહંમદ ઉર્ફે ભોલો હાસમભાઇ નોઇડા જાતે ગામેતી ઉ.વ. ૪૪ ધંધો ડ્રાઇવીગ રહે હાલ સાબલપુર વોકળા કાંઠે મુળ ગામ સરગવાડા મસ્જીદ પાસે તા. જી જુનાગઢ
આરોપી પાસે થી કબ્જે કરેલ મુદામાલ માં મેકડોવેલ્સ નં-૧ સુપરીયર વ્હીસ્કી ની કુલ બોટલો નંગ ૧૩૧/- કિ.રૂ ૬૫,૫૦૦/- મારૂતી સૂઝીકી સ્વીફટ ફોરવ્હીલ નં GJ-12-BR-1963 ની કિરૂ ૪,૦૦,૦૦૦/- કુલ ૪.૬૫.૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો.
આ સફળ ઓપરેશન માં ગોંડલ તાલુકા પો.સ્ટેના PSI એમ.જે.પરમાર તથા પો.હેડ કોન્સ.વિપુલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ. પ્રફુલભાઇ પરમાર તથા પો. કૃષ્ણરાજસીંહ જાડેજા સહિતના જોડાયા હતા..