સૌરાષ્ટ્ર જળબંબાકાર: એકથી સાત ઈંચ વરસાદ: નદી-નાળા બે કાંઠે, ડેમ ઊભરાયા.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદથી મોટા ભાગની નદીઓ ફરી એકવાર બે કાંઠા વહેવા લાગી છે તેમ જ ડેમ ફરી એકવાર ઊભરાયાં હતા. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં એક થી સાત ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વિકટ સ્થિતિ સર્જાઇ છે. રાજકોટમાં બે કલાકમાં પાંચ ઇંચથી વધુ પાણી વરસતા શહેરના અનેક વિસ્તારોમાં નદીઓની જેમ પાણી વહ્યાં હતા. રાજકોટમાં ભારે વરસાદથી ન્યારી ૨ ડેમ ઓવરફલો થયો હતો. ન્યારી ૨ ડેમના ૭ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ન્યારી ૨ ડેમના દરવાજા ખોલાતા પડધરીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે શહેરમાં પાંચ ઈંચથી લોધાવડ ચોકમાં કારો પણ વરસાદી પાણીમાં ડૂબી ગઇ હતી. તેમજ પરાબજારમાં નદી જેવો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ પંથકમાં ધોધમાર વરસાદથી આલણસાગર ડેમ ઓવરફલો થતા ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આટકોટમાં વહેલી સવારે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

.ગોંડલ ની ગોંડલી નદી બે કાંઠે વહી રઈ હતી.

ગોંડલના વાસાવડમાં ૩ ઈંચ વરસાદ વરસતા વાસાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મોટા દડવાની ચારણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વંથલીમાં ૭, મેંદરડામાં ૫.૫, માળિયાહાટીનામાં ૫, રાજકોટમાં ૫ ઈંચથી જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ખેતરો પાણી ભરાયા હતા. બીજી તરફ બોટાદ અને ભાવનગરમાં પણ ધોધમાર એકથી ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બાબરાનાં દરેડ ગામે ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.દરેડ ગામે વહલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગામમાંથી પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

error: Content is protected !!