Rajkot-Gondal..ગોંડલ ગોંડલી નદી બની ગાંડીતૂર પુરના પાણીમાં લોકો ફસાયા ન.પા.ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રેસ્ક્યુ.
ગોંડલના સેતુબંધ ડેમ સાઇટ પાસે આવેલા મેલડીમાના મંદિરે તાવો કરતા ચુનારા,દેવીપૂજક સમાજના ૩૨ થી વધુ લોકો ફસાયા : વરસાદી પાણી મંદિર સુધી પહોંચ્યુ
ગોંડલ : ગોંડલ પાસે આવેલા સુતેબંધ ડેમમાં ઉપરવાસ ભારે વરસાદને કારણે ડેમ સાઇટ બાજુમાં આવેલા મેલડી માતાના મંદિર માં તાવો કરવા આવેલા ચુનારા દેવીપુજક સમાજ ના ૩૨ થી વધુ લોકો ફસાયા હોવાની જાણ થતા જ ગોંડલ નગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી રેક્સ્યુ કરી ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
સેતુબંધ પાસેથી પસાર થતી ગોંડલી નદીમાં અને ડેમમાં પાણીનો પ્રવાહ સતત વધતા ડેમની સાઇડમાં આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન અને તાવો કરવા આવેલા ભકતો ફસાઇ ગયેલ પાણીનો પ્રવાહ મંદિર સુધી આવી જતા તુરંત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા નગરપાલિકા ની ફાયર બ્રિગેડની ટીમ સેતુબંધ ડેમ પાસેના મંદિરે પહોંચીને લોકોને સલામત રીતે બહાર લાવવા માં આવ્યા હતા.આ રેસ્ક્યુ કરતા સમયે નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા તેમજ અક્ષર મંદિર નાં અરુણી ભગત સહિતના લોકોની ઉપસ્થિત માં રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ પુરમાં ફસાયેલા તમામ લોકોને શુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.