હળવદ તાલુકાના માનસર ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો.

હળવદ તાલુકાના માનસર ગામે રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂ સંગ્રહ કરતા હોવાની ચોક્કસ બાતમી મોરબી એલ સી બી  પોલીસને મળતા રહેણાક મકાનમાં છાપો મારતા અનાજ ભરવાની પેટીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૯૬  રૂપિયા ૩૬  હજારના મુદ્દામાલ  જપ્ત કરી ને  આરોપી ઘરે મળી આવેલ ન હતો ત્યારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હળવદ તાલુકાના બુટલેગરો ઇંગ્લિશ દારૂનો સંગ્રહ ‌અને‌‌ હેરાફેરી કરતા‌ હોવાની ચોક્કસ બાતમી મોરબી એલ સી બી પી.એસ.આઈ વી.બી. જાડેજા  અને ‌એલસીબીના પોલીસના હેડ કોસ્ટેબલ વિક્રમસિંહ બોરાણા  ને મળતા હળવદ તાલુકાના માનસર ગામે રહેતોભરત લાભુભાઈ રાઠોડ ના રહેણાક મકાનમાં  છાપો મારતા  ઘરમાં અનાજ ભરવાની પેટીમાંથી ઈંગ્લીશ દારૂની ૯૬ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે રૂપિયા ૩૬ હજારના મુદ્દામાલ  જપ્ત કરી ને આરોપી ભરત લાભુભાઈ રાઠોડ  ઘરે મળી આવેલ ન હતો ત્યારે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ હળવદ તાલુકાના માનસર ગામે ઈંગ્લીશ દારૂના  દરોડા પડતા  અને બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આ રેઈડ મામોરબી એલસીબી પોલીસના યોગેશદાન ગઢવી .દિલીપભાઈ ચૌધરી .દશરથસિંહ પરમાર .ચંદુભાઈ કાણોતરા. સહિતના  મોરબી એલસીબી પોલીસકમીઓ. રોકાયા ‌હતા.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!