સાવધાન: પાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશે


પાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશેપાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશેપાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશે
કેબીનેટની આગામી બેઠકમાં સુધારા ખરડો રજુ કરવા તૈયારી: જુગારધારામાં ‘પાસા’ માટે ત્રણ વર્ષમાં ફરી અપરાધની જોગવાઈ રદ કરાઈ: તુર્ત જ પાસા શકય: વ્યાજખોરોને નિયત કરવા વધુ વ્યાજ લેવા- મિલ્કતો પડાવવા- ધાક ધમકી આપનારને ‘પાસા’ માં ધકેલાશે
રાજકોટ: ગુજરાતમાં ભૂમાફીયાઓ અને ગુંડાઓ સામેના કાનૂન આકરા બનાવ્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ બે રાજયમાં જુગાર, સાયબર ક્રાઈમ, ગેરકાનુની રીતે નાણા ધિરધારનો ધંધો કરનારા અને ઉંચા દરે વ્યાજ પડાવનારાઓ ઉપરાંત મહિલાઓની જાતીય સતામણી સામેના કાયદા કડક કાર્યવાહીનો નિર્દેશ કરે છે અને આ માટે કાનૂન સુધારા કરવામાં આવશે.

રાજય સરકારે પ્રિવેન્સન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટી (પાસા)ના કાનૂનને જે ધાર આપવાનો નિર્ણય લીધો છે તેમાં હવે જુગાર, સાયબર ક્રાઈમ, ગેરકાનુન ધિરધાર, ઉંચા વ્યાજ પડાવનાર, શારીરિક માનસિક અત્યાચાર, જાતીય સતામણી વિ. પ્રકારના અપરાધોને પણ સાંકળી લેવાનો નિર્ણય લીધો અને આ અંગેનો એક વટહુકમ આગામી કેબીનેટને મંજુરી મળે પછી જાહેર કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પાસા એકટની જોગવાઈમાં જે સુધારા કરવાનો નિર્ણય લીધો છે તેમાં તદનુસાર ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, 2000 અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે.

જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જુગારની બદીને સખ્તાથી ડામી દેવા તેમજ જુગારની પ્રવૃત્તિને કારણે કુટુંબો-પરિવારોની આર્થિક બરબાદી થતી અટકાવવા હવે આ જોગવાઇઓમાં પણ સુધારા કરવાનું નિયત કર્યું છે.

હવે પાસાને વધુ કડક બનાવીને આ ત્રણ વર્ષમાં સજાની જોગવાઇ રદ કરી હવે ગમે ત્યારે ગૂનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ પાસા કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારની વ્યાખ્યા કરતા ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ-9 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે.રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.

ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં અસામાજીક તત્વો-ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવાની નેમ રાખી છે. પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે તેવા પરસેપ્શન સાથે પાસા કાયદામાં આ મહત્વપૂર્ણ સુધારાઓ માટેની દરખાસ્ત મુખ્યમંત્રી આગામી કેબિનેટમાં રજુ કરવાના છે

error: Content is protected !!