ગોંડલમાં ચાર કિલો ગાંજા સાથે ફકીર શખ્સ ઝડપાયો. આરોપી પોસ્ટ ઓફિસ પાસે ગાંજો વેચવા આવતા જ રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો : ગાંજો કયાંથી લાવ્યો હતો કોને સપ્લાય કરવાનો હતો ? તપાસ જરૂરી બની.
ગોંડલમાં પોસ્ટ ઓફિસ પાસેથી રૂરલ એસઓજીની ટીમે ફકીર શખ્સને ૪.૧૦૦ કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. આરોપી ગાંજો કોઇને વેચવા આવ્યો હતો. પણ તે ગાંજાનું વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી એસઓજી ટીમ નાર્કોટીકસ અંગેના કેસો શોધવા પ્રયત્નશીલ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીત ધાધલને મળેલી બાતમીના આધારે એસઓજી પી.આઇ. એ.આર. ગોહીલની રાહબરીમાં એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝ સમા તથા સ્ટાફે વોચ ગોઠવી પોસ્ટ ઓફિસ પાસે બાઇક પર શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા રહેમાનશા ઉર્ફે બાઠીયાબાપુ મહમ્મદશાહ શાહમદાર (રહે. ગોંડલ, વોરા કોટડા રોડ, ચિસ્તીયા મસ્જીદ પાસે, ગોંડલ) ને અટકાવી તલાસી લેતા તેની પાસેથી રૂ.૯૧ હજારની કિંમતના ૪.૧૦૦ કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો સહિત કુલ રૂ.૯૬૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી ગાંજો કયાંથી લાવ્યો હતો. કોને વેચવા જતો હતો સહિતના મુદે તપાસ શરૂ કરી છે