ગોંડલ તાલુકાના વોરકોટડા ગામની સીમા ચાલતા જુગારધામ નો પર્દાફાશ કરતી ગોંડલ તાલુકા પોલીસ.
બાંદરા ગ્રામ પંચાયત સભ્ય સહિત પત્તોટીચતા ૯ ઝડપાયા : એક ફરાર નબીરા બન્યા શકુની
ખેતરના માલીક શૈલેષ શિંગાળાની શોધખોળ : તાલુકાના પીએસઆઇ મહેન્દ્રસિંહ પરમાર તથા ટીમનો દરોડો
ગોંડલના વોરાકોટડા ગામની સીમમાં ખેતરમાં ચાલતા જુગારના હાટડા ઉપર તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લીધા હતાં. જયારે ખેતરનો માલીક નાસી છૂટયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વોરાકોટડા ગામની સીમમાં બાંદ્રા જતા રસ્તા ઉપર શૈલેષ શિંગાળાના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઇ મહેન્દ્રસિંહ પરમારની સુચનાથી પો.કો. શકિતસિંહ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા જેન્તી મોહનભાઇ મકવાણા, રે. વોરાકોટડા, કિરીટ રણછોડભાઇ પરમાર રે. ગોંડલ, વિશાલ રણછોડભાઇ ઝાલા રે. ગોંડલ, ચંદ્રકાન્ત કાંતિલાલ વ્યાસ રે. ગોંડલ, પ્રવિણ બિજલભાઇ મકવાણા રે. ગોંડલ, વિશાલ મગનલાલ પાડલીયા રે. બાંદ્રા, કિશોર લખમણભાઇ વેકરીયા રે. બાંદ્રા, કિશોર ઉકાભાઇ રૈયાણી રે. બાંદ્રા તથા નવનીત વલ્લભભાઇ રૈયાણી રે. બાંદ્રાને રોકડા રૂ. ૩૭,પ૧૦ અને મોબાઇલ મળી કુલ રૂ. ૪૮,પ૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ રેઇડ દરમિયાન ખેતરનો માલીક શૈલેષ શિંગાળા નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.