કોરોના દર્દી પતિએ આપઘાત કર્યા બાદ પત્ની-પુત્રએ જીંદગી ટૂંકાવી.

જૂૂનાગઢની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતું મૂકયું હતું

કેશોદના ઘંસારિ ગામે કિલ્લોેલ કરતા પરિવારનો માળો પિંખાયો

કાળ મુખા કોરોના ના કારણે એક અરેરાટી ભરી કેશોદ પંથકમાં ઘટી છે, કેશોદના મોટી ઘંસારી ગામના એક યુવકે સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ ગઈકાલે તેની સગર્ભા પત્નીએ ૪ વર્ષના માસૂમ પુત્ર સાથે કુવામાંં ઝંપલાવી આપઘાત કરી લેતા. સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ તાલુકાના ઘંસારિ ગામના નીતાબેન અશોકભાઈ ચુડાસમા (ઉ.વ. ૩૫) એ તેના પુત્ર હેત (ઉ વ ૪) સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, એક તરફ અશોકભાઇના આપઘાત બાદ ગઇકાલે બેસણામાં અન્ય પરિવારજન આવ્યા હતા, ત્યારે ઘરમાં નીતાબેન ક્યાંક ન દેખાતા આસપાસમાં તપાસ કરતા બાજુમાં આવેલ કૂવામાં નીતાબેન અને તેના પુત્ર હેત તરતા જોવા મળ્યા હતા, ગામલોકોએ બંને ને કુવામાંથી બહાર કાઢ્યા હતા, અને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે માતા પુત્રને મૃત જાહેર કર્યા હતા. આ અરેરાટી ભરી ઘટના અંગેની જાણ થતાં કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, માતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગત રવિવારે જૂનાગઢની ઝાંઝરડા રોડ

ઉપર આવેલ એક ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી ઘંસારી ગામના અશોકભાઈ ચુડાસમા નામના યુવકે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, અને આજે ઘણસારી ગામે માસૂમ પુત્ર સાથે કુવો પૂરનાર નીતાબેન અશોકભાઇ ના પત્ની હતા. અને અશોકભાઈના કોરોના બીમારીના કારણે કરેલ આપઘાતથી માનસિક રીતે પડી ભાંગતા આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાઇ રહ્યું છે. જો કે, કેશોદ પોલીસ દ્વારા આ ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ છે.
લોક ચર્ચા મુજબ આજે કુવો પૂરનાર ૩૫ વર્ષીય નીતાબહેન હાલમાં સગર્ભા હતા તથા તેના પતિ અશોકભાઈ ચુડાસમાં તથા પોતાના ૪ વર્ષના પુત્ર હેત સાથે રહેતા હતા. અને આંગણવાડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ દરમિયાન તેના પતિએ કોરોના થી ત્રસ્ત થઈ આત્મહત્યા કરી લેતા નીતાબહેનને આઘાત લાગ્યો હતો. પતિના મોત બાદ તેમનો પરિવાર વેરવિખેર થયો હતો. અને તેઓ એકલા પડી ગયા હતા. આમ આઘાતમાં સરી પડેલા નીતાબહેને પોતાના પુત્ર સાથે અરેરાટી ભર્યું પગલું ભરી લીધું હશે.
ઘાંસારી ગામના કોરોના ગ્રસ્ત પતિના થોડા સમય પહેલાં છઠ્ઠા માળેથી કુદી આપઘાત કરી લીધા બાદ, આજે તેની પત્નીએ ૪ વર્ષના માસૂમ બાળક સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર કેશોદ પંથકમાં અરેરાટી મચી જવા પામી છે, તો ઘનસારી ગામમાં માતમાં છવાયું છે.

error: Content is protected !!