રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ચાર સંતાનોની વિધવા માતાને આત્મનિર્ભર કરવા સિલાઈ મશીન આપવામાં આવ્યું.

Loading

છૂટક મજૂરી તેમજ કલર કામ કરતા ઘરના મોભીનું હાર્ટએટેકથી
ગતવર્ષે અચાનક નિધન થયેલ.
જેથી ઘર અને તેમના નાની ઉંમરના ચાર સંતાનોની જવાબદારી આ વિધવા બહેનને શિરે આવી જતા મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
કારણ કે ઘર,કુટુંબ કે સગામાં પણ કોઈ મદદરૂપ થઇ શકે એવું સક્ષમ નહિ હોવાથી તેમજ કોઈ ધંધો, ખેતી કે આવકનું સાધન નહિ હોવાથી પોતાનો અને સંતોનોનો ગુજારો કરવો એ બહુ કઠિન અને પરિશ્રમ દેનારું કામ હતું.
બહેન પોતે પણ અમુક શારીરિક રોગ પીડાતા હોવાથી મહેનત કે મજૂરીનું કામ કરવું તેમના માટે શક્ય નથી.

ઘરે બેઠા કોઈની પણ ઓશિયાળી વગર સ્વતંત્ર રીતે અને સ્વમાનભેર જીવન વિતાવી શકે અને આત્મનિર્ભર બને તેમજ જરૂરી કમાણી કરી શકે એવા હેતુથી
રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ તરફથી ફૂલી ઓટોમેટિક ઉષા કંપનીનું સિલાઈ મશીન લઈ આપવામાં આવ્યું હતું.

બહેન ના પતિનું જ્યારે અવસાન થયું એ સમયમાં ગ્રામજનો મારફત મદદ માટેની રોટરી કલબ ઓફ હળવદ ને ગુહાર આવી હતી ત્યારે રોટરી દ્વારા જોઈતી અને તુરંત મદદ પહોંચાડીને પરિસ્થિતિને થાળે પાડી હતી.

ત્યારથી લઈને હાલમાં પણ દર મહિને આ પરિવારમાં અનાજ કરીયાણાંની કીટ રોટરી નિયમિત પહોંચાડે છે.

આ સિલાઈ મશીનનું અનુદાન રોટેરિયન દિવ્યાંગભાઈ (લાલાભાઈ )
જસુભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યું હતું.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!