રાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટ.
રાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટ
રાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટ
રાજકોટમાંથી પાક.માં વસી ગયેલા આસામીઓની મિલ્કત જપ્ત કરવા કેન્દ્ર સરકારના આદેશથી ખળભળાટ
૧૯૪૭ બાદ રાજકોટથી પાક.માં વસેલા ૯૪ આસામીઓની મિલ્કતોનો સર્વે કરવા અધિકારીઓને ઉતારી દેતા કલેકટર
રાજકોટમાંથી વિભાજન સમયે દેશ છોડી પાક.માં વસી ગયેલા તમામ આસામીઓની મિલ્કતો જપ્ત કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના આદેશથી ખળભળાટ મચી ગયો છે. ગઇકાલે કેન્દ્ર સરકારના ગૃહખાતાના ટોચના અધિકારીઓએ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે વિડિયો કોન્ફરન્સ કરી રાજકોટ શહેર-જિલ્લામાં દેશના વિભાજન બાદ પાક. વસી ગયેલા આસામીઓની મિલ્કત કેટલી છે? કયા શહેરમાં છે ? તે મુદે વિગતો માંગી રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો.
રાજકોટ શહેર-જિલ્લામાંથી ૧૯૪૭ માં દેશ છોડી પાકિસ્તાન સ્થાયી થયેલા કેટલા આસામીઓની મિલ્કતો કયા ગામ-શહેરમાં આવી છે ? તે મુદે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓએ જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.આ બેઠકમાં રાજકોટમાં ૯૪ જેટલી મિલ્કતો પાકિસ્તાનમાં વસી ગયેલા આસામીઓની નોંધાઇ છે.
જે પૈકીની સૌથી વધુ મિલ્કતો જેતપુરમાં ૫૪ જેટલી નોંધાઇ હોવાનું જણાવાયું છે. ભારત છોડી પાકિસ્તાન સ્થાયી થયેલા આસામીઓની મિલ્કતો સરકારી માલિકીની ગણવા અને કોઇ પાક. સ્થિત આવાસી પાસે હજુ પણ મિલ્કતનો કબજો હશે તો ગેરકાનુની ગણવા આદેશ કરવામાં આવ્યો છે.
દરમ્યાન રાજકોટ જિલ્લામાં હાલમાં જેતપુર, ગોંડલ, ઉપલેટા અને જસદણ તાલુકાઓમાં પાકિસ્તાન વસી ગયેલા આસામીઓની મિલ્કતો વધુ હોવાથી આવી તમામ મિલ્કતોનો સર્વે કરાવવા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ મામલતદારો-ના. કલેકટરોને ફિલ્ડમાં ઉતારી દીધા છે. અને તત્કાલ રિપોર્ટ કરી મોકલી આપવા સુચના આપવામાં આવી છે.
જોકે દેશ છોડી પાકિસ્તાન સ્થાયી થયેલા અમુક આસામીઓની મિલ્કતનો કબજો સરકાર પાસે જ છે છતા હજુ જેતપુર પંથકમાં ઘણી મિલ્કતો પાકિસ્તાન વસી ગયેલા આસામીઓ પાસે કબ્જો હોય આવી મિલ્કતોનો કબજો ગેરકાનુની ગણી આવી મિલ્કતોનો તત્કાલ કબજો લઇ સરકાર હસ્તક લેવા અને રિપોર્ટ કરવા તાકિદ કરવામાં આવી હોવાનું અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતુ.