હળવદ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની કોરોના નો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આમ હળવદ તાલુકામાં એક દિવસ મા ૩ વ્યક્તિઓ ને કોરોના પોઝિટિવ આવતા તાલુકા મા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૬૬ પર પહોંચી હતી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ કેસ આવતા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સર્વ ની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે ડો વારેવાડીયા ને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે હવે થી કોરોના નો પોઝિટિવ કેસ ના દદીઁઓના નામ અને કયા વિસ્તાર સહિત ની જાહેરાત કરવામાં નહીં આવે ફક્ત હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તેવી માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.
237 thoughts on “હળવદ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.”
Comments are closed.