ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત.

Loading

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત ધોરાજીમાં ગૌચરની જમીન મુદ્દે મામલતદારને ગુજરાત માલધારી સેના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ગુજરાત માલધારી સેનાના અગ્રણીઓએ જણાવેલ છે કે આ અંગે દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં એક સેનાની રચના કરવી, તાલુકામાં ગૌચર મુદ્દે એક સેલ બનાવામાં આવે, તાલુકાનાં સર્વે કરવામાં આવે કે ગૌચરમાં કેટલા ગામો દબાણ છે અને તેની જાણકારી મામલતદારને આપવા માંગ કરાયેલ છે.

તંત્ર દ્વારા ગૌચરની જમીનમાંથી દબાણ દૂર કરવા તેમજ દરેક તાલુકામાં પશુ ગણતરી કરી તેની ટકાવારી મુજબ ગૌચરની જમીન ફાળવવા અને પશુઓના વાડામાં જમીનની આકરણી કરવી અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુ દવાખાનાઓ ખોલવા તેમજ પશુઓ માટે જૂની ગૌચરની જમીનોની અરજીઓનો નિકાલ કરવા સહિતનાં મુદ્દે મામલતદાર જોલપરાને ગુજરાત માલધારી સેના રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ પુનાભાઈ વકાતર, રાજુભાઈ મેવાડા, ખીમાભાઈ ભારાય, પરબતભાઈ સુમળા, જેન્તીભાઈ ભારાય, મનુભાઈ રાતડીયા, જનકસિંહ જાડેજા સહિતનાઓએ આવેદનપત્ર આપ્યું હતું.

ધોરાજી. સકલેન ગરેણા દ્વારા

error: Content is protected !!