કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.
હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર બગીચામાં જોવા મળે છે. ગણેશજીને દુર્વા અર્પણ કરવું ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એકમાત્ર ગણેશજી એવા દેવ છે, જેના પૂજનમાં દુર્વાનો ઉપયોગ થાય છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે દુર્વા ને તેના મૂળથી તોડ્યા પછી પવિત્ર જળથી સાફ કરી 21 દુર્વાઓને ભેગી કરીને એક ગાંઠ બાંધી લેવી. અને ત્યારબાદ તેને પૂજાની થાળીમાં રાખવી.
દુર્વા હ્યમૃતસંપન્ના શતમૂલા શતાકુરા |
શતં પાતકસંહંત્રી શતમાયુષ્યવર્ધિની ||
પુરાણોમાં દંતકથા અનુસાર એક સમયે અનલાસૂર નામનો રાક્ષક હતો. તેના ક્રોધ અને જુલમને કારણે દરેક જગ્યાએ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેના આ અત્યાચારથી ઋષિ મુની, દેવી – દેવતા, માનવ પ્રાણીઓ, પક્ષીઓ બધા દુખી હતા. ઘણી વાર ગણેશ ભગવાન અવતાર ધારણ કરીને તેમાની રક્ષા કરતાં હતા.
સૌ સાથે મળીને આ આતંકને રોકવા માટે શિવજી પાસે જાય છે અને વિનંતી કરે છે કે ભોલેનાથ આ ક્રૂર રાક્ષસથી અમને બચાવો. તેના આતંકને જલદીથી સમાપ્ત કરો.
ભગવાન શિવ તેમની કરુણામય વિનંતિ સાંભળીને બધાને કહે છે કે આનો ઉપાય ફક્ત ગણેશ પાસે છે.
પછી સૌ શ્રી ગણેશ પાસે અલાસુરનો વધ કરવા માટેની પ્રાર્થના કરવા જાય છે. અને ગજાનંદ સૌનું દુખ જોઈ વધ કરવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારબાદ ગણેશ અને અલનાસુર વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં લમ્બોદર ગણેશ રાક્ષસને ગળી જાય છે. રાક્ષસને ગળી ગયા પછી ગણેશજીના પેટમાં તીવ્ર જલન થવા લાગે છે. આ બળતરા અસહ્ય બને છે.
ત્યારે બધા જ દેવી દેવતાઓ આ બળતરા શાંત કરવા માટેના ઉપાય શોધવા લાગે છે. અને ઘણા ઉપાયો અજમાવ્યા પરંતુ કોઈ ફેર પડ્યો નહી કે પીડા શાંત થઈ નહી,
ત્યારે કશ્યપ ઋષીએ દુર્વાની 21 ગાંઠ બનાવી શ્રી ગણેશને ખાવા આપી. આમ કરવાથી ભગવાન ગણેશના પેટમાં થતી અસહ્ય બળતરા શાંત થાય છે.
આ પછી ભગવાન ગણેશ દુર્વાથી કે તેને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને જે ભક્ત ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તેની સર્વ મનોકામના ભગવાન ગણેશ શીઘ્ર પૂરી કરે છે.દીર્ઘ નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે
હળવદ. રમેશ ઠાકોર દ્વારા