ગોંડલમાં રાજવીકાળની ગઢની રાંગ ધરાશાયી : કોઈ જાનહાનિ નહીં તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથધરી હતી.
ગોંડલ શહેર ની ગોંડલી નદીના કાંઠે શાક માર્કેટ પાસે આવેલ રાજવીકાળનો કોઠો એકાએક ધરાશયી થવા પામ્યો હતો.કોઠો ધરાશય થવાની ઘટનામાં કોઈ જાનહાની નહી થવાનો અહેવાલો સામે આવ્યા છે
.ત્યારે નદી કાંઠાની ગઢની રાંગ પર ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી પહેલાના રાજવીએ બંધાવેલ કોઠો ધરાશય થતાં ગોંડલની શાકમાર્કેટથી ભગવતપરા સામાકાંઠા વિસ્તારમાં જતો બેઠી ધાબીનો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.માર્ગ પર કોઠાના કાટમાળ સાથે વૃક્ષો ધરાશય થતાં નગરપાલિકા તંત્રે તાત્કાલિક કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.તેમજ વીજ થાંભળના વીજ વાયરો તૂટી જતા પીજીવીસીએલ સ્ટાફ દ્વાર તત્કાલ વીજ જોડાણ ની કામગીરી હાથ ધરી હતી.તો બીજી તરફ ગોંડલમાં આજે વધું એક રાજાશાહી યુગનું સંભારણાના અવશેષો નાશ પણ પામ્યા છે.