ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા.

Loading

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા.

ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ધનજી બાબુભાઇ વાઘેલા, ઉમેશ બાબુભાઇ પરમાર, અરવિંદ બાબુભાઇ પરમાર, શૈલેષ ગીધાભાઇ મકવાણા, મુકેશ લીંબાભાઇ મકવાણા, રોહિત સામતભાઇ મકવાણા તથા મહિપત હળવદીયા રે. તમામ ખોડીયારનગર મંગલમ પાર્કને રોકડા રૂ. ર૧૮૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગોંડલ. વિપુલ વાણિયા.

error: Content is protected !!