હળવદ માં RSS -VHP દ્વારા પાણી ભરાયેલ ઘરો ના લોકો ને ભોજન પૂરું પાડી પાણી ઉલેચવા મદદ કરી.
ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું છે અને જાનમાલને નુકસાન થયેલ છે. મોરબી જિલ્લાના હળવદમાં બસ સ્ટેન્ડ પાછળ આંબેડકર નગરમાં રહેતા અનુસૂચિત જાતિ બંધુઓના ૮ થી ૧૦ ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા સંઘચાલક ડૉ.સી. ટી. પટેલ , વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હસમુખભાઈ પરમાર, સ્થાનિક આગેવાન સુનિલભાઈ મકવાણા અને સ્વયંસેવકો દ્વારા ત્યાં રહેતા આશરે ૮૦ જેટલા ભાઈઓ-બહેનો અને બાળકોના ભોજનની વ્યવસ્થા સ્થાનિક મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. ભોજન હળવદ નગરના વિવિધ પરિવારોમાંથી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘરમાં ઘૂસી ગયેલા પાણીના નિકાલ માટે વોટર પંપ લગાવી પાણી કાઢવાની કામગીરી પણ મોડી રાત સુધી કરી હતી.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.