ગોંડલનાં મોહનનગર અને વૃંદાવનમાં સીટી પોલીસ નો સપાટો: જુગારના દરોડામાં રૂ.૪૦ હજાર રોકડ સાથે ૧૩ ઝડપાયા.

ગોંડલ શહેરના મોહનનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે. વૃંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન કીરીટભાઇ શેઠીયા ઉ.વ.૩૮ રહે.હાંઉસીંગબોર્ડ, લતાબેન ભરતભાઇ દુધરેજીય ઉ.વ.૫૩ રહે. વૃંદાવન-૩, હંસાબેન ખેંગાભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.વૃંદાવન -૧, હરશીદાબેન દિનેશભાઇ પોપટ ઉ.વ.૪૯ રહે.વૃંદાવન -૧ ને રોકડા રૂ. ૨૬૦૩૦ સાથે ઝડપી લીધા હતા જયારે બીજા દરોડામાં જયશ્રીબેન વલ્લભભાઇ જોગેલ ઉ.વ.૩૬ રહે. વૃંદાવન, અરવીદ પોલાભાઇ ઝાપડીયા ઉ.વ.૩૩ રહે.હરભોલે સોસાયટી, રુશીકેશ વિનોદભાઇ જાદવ ઉ.વ.૨૨ રહે.સહજાંનંદનગર, પોલાભાઈ રામભાઇ જાડેજા ઉ.વ.૪૨ રહે.ગ્રીન પાર્ક, નિલેશ કનુભાઇ મકવાણા ઉ.વ.૨૨ રહે.હરભોલે સોસાયટી, સુમીતાબેન રમેશભાઇ કથીરીયા ઉ.વ.૪૩ રહે.હરભોલે સોસાયટી વાળાઓ ને રોકડ રૂ. ૧૩૦૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ.વિપુલ વાણિયા દ્વારા.

error: Content is protected !!