હળવદ પંથકમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા મકાનો વૃક્ષો ધરાશય થયા વરસાદી પાણી ઘરમા ભરાયા.

હળવદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા કોઝવે તુટી ગયા હતા તેમજ મકાન  વૃક્ષો ધરાશય થયા હતા તેમજ નિચાણવાળા વિસ્તારમાં ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા.


હળવદ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ઓ મન મુકીને વરસ્યા હતા ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૯ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદના પગલે હળવદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા હળવદના પ્રાથમિક શાળા નંબર પાંચ ની પાછળ પાંચ મકાનોમાં વરસાદી પાણી ઘર માં ધુસી ગયા હતા તેના કારણે પરિવારજનોને ભારે મુસીબત વેઠવી પડી હતી.


 હળવદ તાલુકાના દીઘડિયા ગામ ની નદી આવતા રસ્તો બંધ થઈ ગયો હતો સુરવદર દેવળીયા ગામની નદીમાં મોટરસાયકલ યુવાન તણાયો હતો પરંતુ   યુવાન નો આબાદ‌ થયો  હતો સાપકડા ગામ ની વાડી વિસ્તારમાં પાણી ભરાઈ જતા ખેડુતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી સુરવદર ગામે મકાન ધરાશય થયુ હતુ.


 દેવળિયા ગામ માં બે મકાન ધરાશય થતા જાનહાની ટળી હતી તેમજ ‌ મયુર નગર  રાયસંગયુર  ગામ નો પુલ તૂટી જતા ગામ નો સંપર્ક તૂટી ગયો હતો તેમજ હળવદ તાલુકાના‌ કોયબા  ઢવાણા ની  નદી આવતા ગામ નો સંપર્ક તૂટી ગયો હતો હળવદ તાલુકામાં  વરસાદ ના પગલે ઠેર-ઠેર નદી  નાળા   ઓવરફ્લો થતા તાલુકા વાસીઓ અને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી ‌અને ખેતર-વાડીમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોઓ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો  હતો.

હળવદ.રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!