ગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી.


ગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી
ગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી
ગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી
૧૦૦ ટકા વરસાદનો પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો : બુધવાર પછી જોર ઘટશે : ગત સપ્તાહમાં સિઝનનો ૨૦ ટકા વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘસવારી ઉતરી પડી છે જ્યારે હજુ વરસાદનું ચાલુ ચાલુ હોવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૪ ઓગસ્ટ સુધીમાં જ સરેરાશ ૧૭૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયાનું પાંચવર્ષમાં પ્રથમ વખત બન્યું છે.

હવામાન ખાતાનાં પ્રાદેશિક વડા જયંત પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૪ ઓગસ્ટથી ભારે વલસાદ થઇ રહ્યો છે અને હજુ બુધવાર સુધી ભારે વરસાદ થઇ શકે છે. આજે ૨૪ ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ૨૬ ઓગસ્ટ પછી સિસ્ટમ નબળી પડવા લાગશે.

બંગાળની ખાડીની સિસ્ટમના પ્રભાવ હેઠળ હાલ વરસાદ વરસી રહ્યો છે. આ વષે ૪ એક પછી એક સિસ્ટમ સર્જાઇ રહી છે. એટલે પૂર્વ બાજુથી વરસાદ આવી રહ્યો છે. લોકલ સિસ્ટમનો પણ સહારો મળ્યો હોવાથી સાર્વત્રિક વરસાદ છે.

error: Content is protected !!