મેઘકહેર:કડીમાં આભ ફાટ્યું : શહેરના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા
કડી સહિત સમગ્ર જિલ્લામાં શનિવાર મોડી રાત થી શરૂ થયેલ વરસાદ બપોર સુધીમાં સાડા અગિયાર ઇંચ વરસાદ વરસતા શહેરના કેટલાય વિસ્તારો બેટમાં પરિવર્તિત થયેલા જોવા મળતા હતા. કડી તાલુકામાં સાડા અગિયાર ઇંચ વરસાદ થી તાલુકાના કેટલાય ગામડા તેમજ શહેરની કરણનગર વિસ્તારની મોટા ભાગની સોસાયટીઓના ઘરમાં કેડ સમાં પાણી ભરાયી ગયા હતા તેમજ સુજાતપુરા રોડ ઉપર આવેલ કૃપાનગર,પૂજન સહિતની સોસાયટીઓના ઘરમાં પાણી ભરાયી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે પવન તેમજ ગાજવીજ સાથે શનિવાર મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ થી શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયી ગયું હતું. કડી થોળ રોડ ઉપર આવેલ અન્ડરબ્રિજ માં 18 ફૂટ જેટલુ પાણી ભરાયી ગયું હતું તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે શનિવાર મોડી રાત થી તંત્ર દ્વારા અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ. કડી શહેરના કરણનગર વિસ્તારમાં દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાયી જવાની ઘટના બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહિ લાવતો લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા બે દિવસમાં ભારે વરસાદથી સાત મકાનો ધરાશાયી
કડી શહેર તેમજ તાલુકામાં છેલ્લા બે દિવસ થી વરસતા ભારે વરસાદને કારણે સાત મકાનો ધરાશાયી થયી ગયા હતા.કડી તાલુકાના બાવલું,કુંડાળ,દેલ્લા સહિતના ગામોમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થયી ગયા હતા પરંતુ જાનહાની ના કોઈ સમાચાર મળ્યા નહોતા જ્યારે કડી શહેરમાં આવેલ કાળી શેરીમાં જૈન દેરાસરની સામે છેલ્લા ત્રણ વર્ષ થી બંધ હાલતમાં રહેલું મકાન ધરાશાયી થયી જતા બે બાળકો નીચે દબાયા હતા જેમાં આઠ વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે છ વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા શહેરની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કડી શહેર બેટમાં ફેરવાયું
કડી માં શનિવાર મોડી રાત્રે ચાલુ થયેલા ભારે વરસાદ ના કારણે શહેર ના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા હતા.શહેરનું એપીએમસી માર્કેટ,ભાગ્યોદય હોસ્પિટલ ની પાછળ,કરણનગર રોડ,નાની કડી રોડ,ગાયત્રી મંદિર,રેન્જ ફોરેસ્ટ ની કચેરી માં પાણી ફરી વળ્યાં હતા.શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયી જતા વાહનવ્યવહાર કેટલોક સમય માટે અટકી ગયો હતો.
કડીની વન વિભાગ કચેરીમાં પાણી ઘૂસ્યા
કડી માં વહેલી સવાર થી જ ભારે વરસાદ ખાબકતા સુજાતપુર રોડ ઉપર આવેલ વનવિભાગની કચેરીમાં કેર સમા વરસાદી પાણી કચેરીમાં ઘૂસી ગયા હતા