વરસાદના પગલે દીઘડીયા ગામે મકાનની દિવાલ ધરાશય થતા જાનહાની ટળી.

હળવદ તાલુકામાં રવિવારે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડતા ત્રણ, ઈંચ  જેટલો વરસાદ પડ્યો હતો  ત્યારે  હળવદ શહેર અને ગ્રામ્ય. વિસ્તારમાં  વરસાદી પાણી ભરાયા હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેણાંક મકાનદીવાલપડીજવાની ઘટના પરિવારજનો મકાનની બહાર દોડી ગયા હતા  પરિવાર તમામ સભ્યો નો આબાદ બચાવ થયો હતો.
હળવદમાં રવિવારે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડતા હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમ માં ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા  હતા  હળવદ તાલુકાના  દિઘડીયા ગામે‌ પણ ભારે વરસાદના પગલે બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી હતી ત્યારે  હળવદ થી સરા નો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.


 ત્યારે  દીઘડિયા ગામમાં  ભારે વરસાદના પગલે શંકરભાઈ પોપટભાઈ દલસાણીયાનું મકાન ની દિવાલ એકાએક ધરાશાય થતાં નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે પરિવારજનો દીવાલ ધરાશાય થતા મકાન ની બહાર નીકળી  જતા જાનહાની ટળી હતી  તમામનો  પરિવાર નો આબાદ બચાવ થયો હતો.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!