હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ ના સોનીવાડ ના રહેવાસી ૮૬ વર્ષે ના જયંતિલાલ ચુનીલાલ સોની બિમારી મા સપડાયતા તેવો ને કોરોના રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો આમ હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૬૩ પર પહોંચી હતી અગાઉ સોની વાડ મા આજ બિલ્ડિંગમાં ઉપરનાં માળે રહેતા ભારતીબેન રાજુભાઈ સોની. અને તેમનાં પુત્ર ચિરાગભાઈ સોની ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવાં છતાં ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તાર ને કોરોન્ટાઈન નહિં કરતાં કોરોનાવચેપ એક બિલ્ડિંગમાં ત્રણ વ્યક્તિઓને લાગતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા સોનીવાડ માં કોરોના પોઝિટિવ બન્યો હોવા છતાં હજુ સુધી કોઈ ડોકાયુ નથી અને આ સોની વાડી વિસ્તાર ને કન્ટેનરમેનઝોન પણ કરવામાં આવ્યો નથી જેના કારણે સ્થાનિક રહીશોમા રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે
હળવદ.રમેશ ઠાકોર દ્વારા.
203 thoughts on “હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.”
Comments are closed.