ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા બાળકો માટે ઘોડીયા સમાજવાડીઓમાં અર્પણ કરવામાં આવ્યા..

હળવદમાં યોજાતા લગ્ન, વાસ્તુ, રાંદલ,જાન, જનોઈ કે અન્ય પ્રસંગે તેમજ અશુભ પ્રસંગે બહારગામથી આવતા મહેમાન નો મોટા ભાગે ઉતારો સમાજવાડી, ભોજનશાળા કે સગવડતા મુજબ યજમાનો આપતા હોય છે.
જે પ્રસંગમાં હાજરી આપવા આવતા લોકોમાં નાના બાળકો વાળા પણ હોય છે.

બાળકો એમના ઘરે મોટેભાગે ઘોડિયામાં પોઢતા હોય છે કે એમાં જ સુવાની આદત હોય છે.
એક દિવસ કે એક રાત પૂરતું ક્યાંય જવામાં કોઈ ઘોડિયું સાથે લઈને આવતું નથી.


ઘોડિયા વગર બાળક ઝાઝી વાર કે સારી ઊંઘ લઈ શકતું નથી
ઘોડિયું ઉપલબ્ધ હોય તો બાળક અને એની માં બંનેને સુગમતા રહે અને પ્રસંગ સારી રીતે માણી શકે એવા હેતુથી તેમજ આ નાની પણ જરૂરી એવી પાયાની સગવડતા ઉભી કરવાના શુભ આશયથી રોટરી ક્લબ ઓફ હળવદ ઇનરવિલ ક્લબ મારફતે શરણેશ્વર વાડી, વૈજનાથ વાડી, ગૌલોકેશ્વર વાડી, બ્રાહ્મણની ભોજનશાળામાં એમ કુલ છ નંગ સ્ટીલના ફિલ્ડિંગ ઘોડિયા સંસ્થાઓને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ માટે ઘોડિયા 4 નંગ નું ડોનેશન રોટરેક્ટર અર્પિત પટેલ,
1નંગ રોટેરિયન મુસ્તુફા લાકડાવાળા,
1 નંગ રોટરેક્ટર અજજુભાઈ તરફથી આપવામાં આવેલ.

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!