ગોંડલ નેશનલ હાઇવે સોડા ના કારખાનામાં પતા ટીચતા સાત ને રૂ. ૮૫૨૦૦૦,ના મુદ્દમાલ સાથે ઝડપતી રાજકોટ આરઆરસેલ પોલીસ

ગોંડલ: રાજકોટ આર.આર.સેલ પીએસઆઇ જે.એસ.ડેલા, રસિક પટેલ, શિવરાજભાઈ ખાચર સહિતના રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે દેવ સ્ટીલ ના કારખાના ની પાછળ સોડા ના કારખાના ની અંદર ચાલતા જુગારધામ પર દરોડો પાડી કુલ ૭ જુગરીઓને રૂ ૮૫૨૦૦૦ના મુદ્દમાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી જુગાર રમતા જય દિપકભાઇ કાવઠીયા ઉ.વ. ૨૫ રહેવાશી ગોંડલ રામકુષ્ણનગર પટેલકાર વાળી શેરી મુળ ગામ અનીડા, જેમીન રજંનીકાંન્તભાઇ ડેડકીયા ઉ.વ. ૨૬ ધંધો વેપાર રહે. ગોંડલ વલ્લભવાટીકા મકાન નંબર ૫૮ મુળ ગામ ખજુરડા તા જામકડોરણા, કૌશીક રણછોડભાઇ ભાલોડી ઉ.વ. ૫૨ ધંધો વેપાર રહે. કાગસીયાળી નેશનલ હાઇવે શરદાર હાઇટશ ફલેટ નંબર બી ૩૦૧ મુળ ગામ ખજુરડા તા. જામકડોરણા, રોહીત મનસુખભાઇ કલોલા ઉ.વ. ૩૩ ધંધો મજુરી રહે. શાપર વેરાવળ પરફેકટ હોટલ ની પાછળ શેરી નંબર ૩ મુળ ગામ કાન્તીપુર તા. મોરબી, નીરજ શાન્તીભાઇ પટેલ ઉ.વ. ૩૪ ધંધો મંજુરી રહે. રાજકોટ , લખન ગરૂભાઇ પારવાણી ઉવ. ૩૧ ધંધો મજુરી રહે. ધોરાજી જમનાવડ રોડ મારૂતીનગર, પરેશ હરસુખભાઇ પટેલ ઉ.વ. ૩૪ ધંધો મજુરી રહે. રાજકોટ વાળાઓ ઝડપાયા હતા જેમની પાસેથી રોકડ રૂ.૧.૬૩.૦૦૦, મોબાઈલ ૬ કી.રૂ. કિ.રૂ. ૩૯૦૦૦, વાહન નંગ ૨ કિ.રૂ.૬,૫૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૮,૫૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ.વિપુલ વાણિયા દ્વારા

error: Content is protected !!