ચરાડવા ગામે ચાલુ રિક્ષાએ મોબાઈલ ફાટતા અકસ્માત સર્જાતા૧૯ વર્ષ નો યુવાન ને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું.
મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે ટી માં રહેતો અને મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માધાપર ગામ નો ૧૯ વર્ષનો પરેશભાઈ ઉફેએ પ્રકાશ જીવરાજભાઈ જોગેર એ સીએનજી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ત્યારે શુક્રવારે બપોરે ચરાડવા ગામના બસ સ્ટેન્ડથી સીએનજી રીક્ષા લઈને કે ટી મીલ તરફ જતો હતો
ત્યારે ચરાડવા મોરબી હાઇવે રોડ નજીક આવેલ ભવાની પેટ્રોલ પમ્પ પાસે પહોંચતા ત્યારે ખિસ્સામાં રાખેલ વિવો કંપનીનો મોબાઇલ એકાએક ફાટતા ત્યારે પરેશભાઈ ગભરાઈજતા રીક્ષા નું સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા મોરબી તરફથી આવતી ટ્રક ધડાકાભેર સીએનજી રીક્ષા સાથે અથડાતા સીએનજી રીક્ષા નો કચ્ચરઘાણ કરી નાખ્યો હતો.
ત્યારે પરેશ, ઉર્ફે પ્રકાશ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તાત્કાલિક સીવીલ હોસ્પિટલ રાજકોટ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ ત્યારે ફરજ પરના ડોક્ટરેએ મૂતકની લાશને પી.એમ કરી પી.એમ. કર્યા બાદ લાશને પરિવારજનો સોંપી હતી.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.