હળવદ ની તક્ષશિલ વિદ્યાલયના એમ ડી રાજય કક્ષાની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબરે.
હળવદનીતક્ષશિલા સ્કુલ અને કોલજના મેનેજિંગ ડિરેક્ટરે રાજ્યકક્ષાની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.
યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ઘુડખર અભયારણ્ય-ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસે “પ્રકૃતિ બચાવો” થીમ હેઠળ એક કાવ્યલેખન સ્પર્ધા યોજાઈ હતી.તે સ્પર્ધામાં મોરબી જીલ્લાના હળવદ તાલુકાની હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી.ડૉ.મહેશ ડાયાભાઇ પટેલે “પ્રકૃતિ આજે હીબકા લેતી” કાવ્ય રજુ કર્યું હતું.
જાહેર થયેલ ,કાવ્યસ્પર્ધામાં ડૉ.મહેશ ડાયાભાઇ પટેલના કાવ્યનો પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો.જેમાં વૃક્ષનું મહત્વ,દરિયાઈ જીવસૃષ્ટિનું સરક્ષણ,પોલીથીનનો ન્યુનતમ ઉપયોગ,વન્યપ્રાણી સંપતિની જાળવણી અને માનવ પાસે અપેક્ષિત પ્રકૃતિ પ્રત્યેના વર્તનની વાતો વણી લેવામાં આવી છે. રાજ્યકક્ષાએ આવી સિદ્ધિ મેળવવા બદલ ઘુડખર અભયારણ્ય હળવદ વિભાગના આર.એફ.ઓ. ટી.એન. ડઢાણીયા અને યુથ હોસ્ટેલ એસોસીએશનના સેક્રેટરી રાજુભાઈ દવેએ ડૉ.મહેશ પટેલને સર્ટીફીકેટ સહ અભિનંદન પાઠવ્યા હતા.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા