હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા છ માસથી આંખના ડોક્ટર ન હોવાથી દર્દીઓને ધ્રાંગધ્રા મોરબી જવુ પડે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બીમારી સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે તાલુકાઓમાં અને ગામડાઓમાં હોસ્પિટલો કાર્યરત કરેલ છે પરંતુ ડોક્ટરના હોવાની ફરિયાદ હળવદ તાલુકામાં ઉઠવા પામી છે હળવદ ની સરકારી હોસ્પિટલમાં છેલ્લા છ માસથી આંખના ડોક્ટર ન હોવાની ફરિયાદ તાલુકા વાસીઓને ઉઠવા પામેલ છે.
આ અંગે હળવદના ચેતનભાઇ રાજપુત. ડી .કે ભાઈ જણાવ્યા પ્રમાણે હળવદ ની સરકારી હોસ્પિટલમાં આંખની તપાસ માટે બે-ત્રણ શનિવારે આવી ગયા પરંતુ અહીના જવાબદાર ડોક્ટરે એમ કહે છે પહેલા દર શનિવારે મોરબી થી ડોક્ટર આવતા હતા હમણા નથી આવતા તેવા જવાબ આપે છે ડોક્ટર ન આવવા થી અમો કંટાળીને ધાંગધ્રા આખના ડોક્ટર ને તપાસ કરવા માટે જવુ પડયુ પૈસા અને સમયનો બગાડ પણ થયો તેમજ વિદ્યાર્થી ઓ અને સરકારી કર્મચારીઓને ફિટનેસ સર્ટિ માટે આંખના ડોક્ટર ને તપાસણી કરી અભિપ્રાય જોતો હોય છે.
પરંતુ આંખના ડોક્ટર ન હોવાથી વિદ્યાર્થી ઓ અને સરકારી કર્મચારીઓને પણ હળવદ થી ધ્રાગધ્રા મોરબી સુરેન્દ્રનગર જવું પડે છે ત્યારે સરકાર દ્વારા સત્વરે ખાલી પડેલ આંખ ના ડોક્ટરની જગ્યા ભરવામાં આવે તેવી હળવદ તાલુકા વાસીઓ ની માંગ ઉઠવા પામી છે.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.
211 thoughts on “હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા છ માસથી આંખના ડોક્ટર ન હોવાથી દર્દીઓને ધ્રાંગધ્રા મોરબી જવુ પડે છે.”
Comments are closed.